ઉના ખાતે ઉના લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા પ્રમુખ ડા. મનોજ માનસેત્તાના અધ્યક્ષસ્થાને ૧૨મો સરસ્વતી સન્માન સમારોહ-૨૦૨૬ યોજાયો હતો. આ સમારોહમાં ધોરણ ૧ થી ૧૨ તેમજ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કુલ ૨૪૬ તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિધ્ધિઓને બિરદાવી તેમને ઉચ્ચ શિક્ષણ અને ભવિષ્યમાં વધુ પ્રગતિ કરવા માટે પ્રોત્સાહિત કરાયા હતા.સમારોહમાં લોહાણા સમાજના અગ્રણીઓ રસિક તન્ના, જેન્તી નથવાણી, કાંતિ છગ, જીતુ પંડત, ચંદુ કોટેચા, રાજુ પાંધી, પ્રવિણ છગ અને ભવ્ય પોપટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લોહાણા સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન રવિ તન્ના દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે દિનેશ રતનધાયરા અને તરુણ કાનાબારે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.








































