ભ.ભા. વિદ્યાલય, કોડીનાર ખાતે આચાર્ય ડી.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના પાંચ દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિશેષ સહભાગી બનાવાયા હતા, જેમાં બૌધ્ધિક દિવ્યાંગતા ધરાવતી વિદ્યાર્થીનીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરાયું હતું. આ પહેલથી દિવ્યાંગ બાળકોને સન્માન અને આત્મવિશ્વાસ સાથે સમાજની મુખ્યધારામાં જોડવાનો સંદેશ અપાયો હતો. આ પ્રસંગે વિશિષ્ટ શિક્ષક અનિલ એન. મકવાણા અને સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. આચાર્યએ રાષ્ટ્રગાન બાદ પ્રાસંગિક વક્તવ્યમાં દેશપ્રેમ, એકતા, સંસ્કાર અને શિસ્ત કેળવી દેશના વિકાસમાં યોગદાન આપવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.






































