જાફરાબાદના હેમાળ ગામે રહેતી એક યુવતી “નાના ભાઈ, હું દુકાનેથી તારા માટે ખાવાનું લેતી આવું છું” તેમ કહીને નીકળ્યા બાદ લાપતા થઈ હતી.આ અંગે મધુભાઈ જીણાભાઈ ગોહિલે (ઉ.વ.૪૦) આપેલી માહિતી મુજબ, તેમની દીકરી નીરાલીબેન (ઉ.વ.૧૮) હેમાળ ગામે આવેલા તેમના ઘરેથી પોતાના નાના ભાઈને “તારા માટે દુકાનેથી ખાવાનું લેતી આવું છું” એમ
કહીને નીકળ્યા પછી ગુમ થઈ હતી. આ અંગે નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી. એન. પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































