ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિન તાજેતરમાં એક કાર્યક્રમમાં કાવેરી જળ વિવાદ પર તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજય પર નિશાન સાધ્યું હતું. જ્યારે સમર્થકોએ અભિનેત્રી ત્રિશાના નામે સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું, ત્યારે ઉદયનિધિએ હસતાં હસતાં વાંધાજનક ટિપ્પણી કરી.આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર વિજય અને ત્રિશાના કથિત સંબંધો સાથે જાડાયેલી હતી. આ ટિપ્પણીએ તમિલનાડુના રાજકારણમાં ગરમાવો લાવી દીધો. દરમિયાન, અભિનેતા વિશાલ ઉદયનિધિના સમર્થનમાં દેખાયા. જાણો વિશાલે ડીએમકે નેતા ઉદયનિધિ વિશે શું કહ્યું.
પોતાની આગામી ફિલ્મ “મગુડમ” ના ઓડિયો લોન્ચ પ્રસંગે બોલતા, વિશાલે કહ્યું, “મને ઉદય અને કિરુથિગા ખૂબ ગમે છે. ગમે તે થાય, હું હંમેશા તેમને પ્રેમ કરીશ. ઉદય પ્રત્યેનો મારો પ્રેમ મારા કોલેજના દિવસોમાં શરૂ થયો હતો, જ્યારે તેને કિરુથિગા સાથે પ્રેમ થઈ ગયો હતો. અમારી વચ્ચે દુશ્મનાવટ માટે કોઈ જગ્યા નથી.”
અભિનેતા વિશાલ આગળ કહે છે, “જા હું કાલે રાજકારણમાં પ્રવેશ કરીશ, તો પણ તે ફક્ત એક સ્વસ્થ સ્પર્ધા હશે. અમારી વચ્ચે ક્યારેય કોઈ અણબનાવ કે સંઘર્ષ નહીં થાય.” આ રીતે, વિશાલે તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓ વચ્ચે ઉદયનિધિને પરોક્ષ રીતે ટેકો આપ્યો છે.વિશાલની ફિલ્મ “મગુડમ” ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ તેમના દિગ્દર્શક તરીકેની શરૂઆત છે. અંજલિ અને દુશારા વિજયન અભિનીત આ ફિલ્મ ૧૪ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.