સાવરકુંડલાના એક વેપારી સાથે રૂ. ૨.૫૦ લાખની ઠગાઈ થઈ હતી. આ અંગે આમીનભાઇ હસનભાઇ મકવાણા (ઉ.વ. ૪૩)એ રાજસ્થાનના અલવારમાં રહેતા શિવરામભાઇ નંદરામભાઇ ગુજ્જર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમને ૫૦ બકરીઓ વેચાતી આપવાનું કહી રૂ. ૨,૫૦,૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આજદિન સુધી બકરીઓ કે રૂ. ૨,૫૦,૦૦૦ પરત નહીં આપી આરોપીએ ફ્રોડ કરી રકમ પડાવી લીધી હતી. આ મામલે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ. કે. બી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.