ભારતીય સેનામાં નાયબ સુબેદાર ગુલવીર સિંહે ગ્લાસગો, સ્કોટલેન્ડમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની ૧૦,૦૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. ગુલવીર સિંહ માટે આ સફર સરળ નહોતી. ૨૭ વર્ષીય ખેલાડીએ ભારતીય સેનામાં જાડાવા માટે દોડવાનું શરૂ કર્યું, જેના કારણે તેને લશ્કરમાં નોકરી મળી. ગુલવીર સિંહ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના સિરસા ગામનો વતની છે. ૨૦૧૮માં ભારતીય સેનાની પ્રતિષ્ઠિત ગ્રેનેડિયર્સ રેજિમેન્ટમાં જાડાયા બાદ, તેણે દોડવાનું ચાલુ રાખ્યું, જેના કારણે તેણે એથ્લેટિક્સમાં ભાગ લીધો, અને હવે તે પોતાની પ્રતિભાથી રાષ્ટ્રને સન્માન આપી રહ્યો છે.ગુલવીર સિંહે ભારતીય સેનામાં જાડાયા પછી દોડવાનું ચાલુ રાખ્યું, જેના કારણે તેને ૨૦૨૨ એશિયન ગેમ્સમાં ૧૦,૦૦૦ મીટર દોડમાં ભાગ લેવાની તક મળી, જ્યાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો. ગુલવીર સિંહે ૨૦૨૩ ની એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પણ આંતરરાષ્ટÙીય સ્તરે પોતાની છાપ છોડી, ૫,૦૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ગુલવીર હવે કોમનવેલ્થ ગેમ્સમાં ૧૦,૦૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.
ગુલવીર સિંહ, જે ભારતીય સેનામાં નાયબ સુબેદારનો હોદ્દો ધરાવે છે, ૧૦,૦૦૦ મીટર, ૫,૦૦૦ મીટર, હાફ મેરેથોન અને માઇલ ઇવેન્ટ્‌સમાં રાષ્ટ્રીય રેકોર્ડ ધરાવે છે. ૨૦૨૬ માં, ગુલવીર સિંહે માત્ર ૫૯ મિનિટ અને ૪૨ સેકન્ડમાં હાફ મેરેથોન પૂર્ણ કરી, એક કલાકથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. અગાઉ, ગુલવીર સિંહે ૨૦૨૫ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ૫,૦૦૦ અને ૧૦,૦૦૦ મીટર ઇવેન્ટ્‌સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. મે ૨૦૨૬ માં, ગુલવીર સિંહ યુનાઇટેડ સ્ટેટ્‌સમાં મ્યુઝિક સિટી કાર્નિવલમાં ચાર મિનિટથી ઓછા સમયમાં એક માઇલ દોડનાર પ્રથમ ભારતીય બન્યા.