એસ્સેલ ગ્રુપના ચેરમેન ડા. સુભાષ ચંદ્રાના પિતા શ્રી નંદ કિશોર ગોયન્કાજીના આજે હરિયાણાના હિસારના ઐતિહાસિક ‘અગ્રોહા ધામ’ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સોમવારે (૧૩ જુલાઈ) ૯૬ વર્ષની વયે મુંબઈ Âસ્થત નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મંગળવારે (૧૪ જુલાઈ) તેમનો પાર્થિવ દેહ મુંબઈથી હિસાર લાવવામાં આવ્યો હતો. શ્રી નંદ કિશોર ગોયન્કાજીના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે અગ્રોહા ધામ લઈ જવાયા ત્યારે આ યાત્રામાં હજારો લોકોએ જાડાઈને ભારે હૈયે વિદાય આપી.. અંતિમ યાત્રા દરમિયાન વાતાવરણ “બાબુજી અમર રહે…” ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આજે અગ્રોહા ધામના ‘ગોયન્કા ઉદ્યાન’માં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે અગ્રોહા ધામમાં જ તેમના ધર્મપત્નીના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.શ્રી નંદ કિશોર ગોયન્કાજીને શ્રદ્ધાંજલિ આપવા અને અંતિમ દર્શન કરવા માટે રાજકીય, સામાજિક અને અન્ય ક્ષેત્રોની અગ્રણી હસ્તીઓ અગ્રોહા ધામ પહોંચ્યા હતાં જેમાં મનોહર લાલ ખટ્ટર (હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી), ડા. હર્ષવર્ધન (પૂર્વ કેન્દ્રીય મંત્રી),રણબીર ગંગવા (કેબિનેટ મંત્રી, હરિયાણા),સુભાષ બરાલા (રાજ્યસભા સાંસદ),વિનોદ ભ્યાના (ધારાસભ્ય, હાંસી),કમલ ગુપ્તા (પૂર્વ મંત્રી, હરિયાણા),ચંદ્રપ્રકાશ (ધારાસભ્ય, આદમપુર) ,અમિત ચાચાણ (ધારાસભ્ય, નૌહર, રાજસ્થાન) સહિત અનેક દિગ્ગજાનો સમાવેશ થાય છે.૨૮ સપ્ટેમ્બર ૧૯૩૦ના રોજ જન્મેલા શ્રી નંદ કિશોર ગોયન્કાજી રાષ્ટÙીય સ્વયંસેવક સંઘના સમર્પિત સ્વયંસેવક હતા. સંઘમાં તેમણે લાંબા સમય સુધી અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી. વ્યાપારી ગતિવિધિઓથી દૂર રહીને તેમણે પોતાનું સમગ્ર જીવન સામાજિક સમરસતા, રાષ્ટÙહિતના કાર્યો અને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોના સંરક્ષણમાં વિતાવ્યું હતું.ગૌસેવા તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો હતી. તેમણે ગૌસંરક્ષણ માટે અનેક કાર્યો કર્યા હતા. તેઓ હિસારના ‘શ્રી દેવી ભવન મંદિર ગૌશાલા ટ્રસ્ટ’ના સંરક્ષક અને ‘શ્રી વૈષ્ણવ અગ્રસેન ગૌશાલા’ના પ્રમુખ તેમજ સંરક્ષક રહ્યા હતા. આ ઉપરાંત વૈશ્ય સમાજને સંગઠિત અને સશક્ત બનાવવા માટે પણ તેમણે વૈÂશ્વક સ્તરે નોંધપાત્ર પ્રયાસો કર્યા હતા.મહારાજા અગ્રસેનની ઐતિહાસિક નગરી ‘અગ્રોહા ધામ’ના નિર્માણ અને વિકાસમાં તેમની ભૂમિકા સર્વોચ્ચ રહી છે. તેઓ આ પવિત્ર ધામના મુખ્ય સ્થાપકોમાંના એક હતા. તેમની દૂરદર્શિતાને કારણે જ અગ્રોહા ધામને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. આ સાથે જ શિક્ષણ ક્ષેત્રે, ખાસ કરીને કન્યા કેળવણી માટે તેમણે મોટું યોગદાન આપ્યું હતું. તેઓ હિસારની ‘ફતેહચંદ મહિલા મહાવિદ્યાલય’ના ચેરમેન અને ‘જીએનજી ગોયન્કા સ્કૂલ’ના સંરક્ષક પદે કાર્યરત હતા.તેમની સાદગી, વિનમ્રતા અને સહજ વ્યવહારને કારણે તેઓ સમાજના દરેક વર્ગમાં લોકપ્રિય હતા. તેમના નિધનથી માત્ર એસ્સેલ પરિવાર જ નહીં, પરંતુ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને વૈચારિક જગતે એક સાચા માર્ગદર્શક ગુમાવ્યા છે. તેમનું જીવન આવનારી પેઢીઓ માટે સદાય પ્રેરણારૂપ રહેશે.મહારાજા અગ્રસેને પોતાની રાજધાની બનાવેલી અગ્રોહા પ્રાચીન સમયથી વેપાર અને સમૃદ્ધિનું કેન્દ્ર રહી છે. ૧૧૯૪ છડ્ઢમાં મુહમ્મદ ઘોરીના આક્રમણ બાદ ‘અગ્રોહા ધામ’ વિરાન થઈ ગયું. ત્યારબાદ ૧૯૦૭ માં તેના પુનર્નિર્માણ અને વિકાસ માટેના પ્રયાસો શરૂ થયા હતા. સંત બ્રહ્માનંદ બ્રહ્મચારી ૧૯૦૭ માં અગ્રોહા આવ્યા અને અગ્રવાલ સમુદાયને પ્રેરણા આપીને ૧૯૦૮ માં ‘અગ્રવાલ દરબાર’ ની સ્થાપના કરી. બાદમાં ૧૯૭૬ માં અખિલ ભારતીય અગ્રવાલ પ્રતિનિધિ પરિષદમાં અગ્રોહાના પુનરુત્થાન માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.મંદિરના સંકુલની અંદરનું મુખ્ય આકર્ષણ ‘ત્રિકુટા મંદિર’ છે, જે દેવી મહાલક્ષ્મી, માતા સરસ્વતી અને મહારાજા અગ્રસેનને સમર્પિત છે. મુખ્ય મંદિર, ૧૮૦ ફૂટ ઉંચુ છે જેમાં દેવી મહાલક્ષ્મીની મૂર્તિ છે. વધુમાં, અહીં વૈષ્ણોદેવીની ગુફા અને શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.સંકુલની મધ્યમાં વિશાળ ‘શક્તિ સરોવર’ આવેલું છે, જેની વચ્ચે એક ઝાંખી છે જે સમુદ્ર મંથન દર્શાવે છે. આ ઐતિહાસિક શહેરમાં સામાજિક સેવા પહેલને પણ સક્રિયપણે પ્રોત્સાહન અપાયું છે. એક પ્રાચીન ગૌશાળા અને મહારાજા અગ્રસેન મેડિકલ કોલેજ અને સંશોધન કેન્દ્ર અહીં છે; બાદમાં તબીબી સંશોધન અને શિક્ષણ માટે એક અગ્રણી કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે. અગ્રોહા ધામ રાષ્ટÙીય રાજધાની દિલ્હીથી આશરે ૧૯૦ કિમી દૂર આવેલું છે.










































