ગુજરાત એચટીએલને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં એક વાહનમાંથી ૧૬.૫૭૫ કિલોગ્રામ ચરસ, જેની અંદાજિત કિંમત રૂ.૧,૦૦,૫૧,૮૦૦ થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કેસમાં રજૂ કરાયેલા પુરાવાઓના આધારે કોર્ટે આરોપી સમિર અહેમદ શેખ નાગોરીને એન.ડી.પી.એસ. અધિનિયમ હેઠળ દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ તથા રૂ.૨,૦૦,૦૦૦ ના દંડની સજા ફટકારી છે. દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ એક વર્ષની સખત કેદ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
અદાલતે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે વ્યાપારી જથ્થામાં માદક પદાર્થોની હેરાફેરી સમાજ તથા ખાસ કરીને યુવા પેઢી માટે ગંભીર ખતરો ઉભો કરે છે. જપ્ત કરાયેલ માદક પદાર્થનો જથ્થો, ગુનાની ગંભીરતા તથા સમાજ પર તેની અસરને ધ્યાનમાં રાખીને આરોપીને કડક સજા ફટકારવામાં આવી છે. અન્ય આરોપીઓ સામેની કાર્યવાહી કાયદા મુજબ અલગથી ચાલુ રહેશે. આ ચુકાદો તા. ૦૯-૦૭-૨૦૨૬ના રોજ સ્પેશિયલ એન.ડી.પી.એસ. અદાલત, પાલનપુર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસના તપાસકર્તા અધિકારી જે તે સમયે પીએસઆઇ એમ.કે.ઝાલા હતા અને હાલમાં તેઓ પીઆઈ તરીકે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યાં છે, આ અધિકારીએ કડક તપાસ કરી હતી જેના કારણે આરોપીને સજા પડી છે.
ગુજરાત એટીએસની સતર્કતા અને પાલનપુર કોર્ટના આ કડક આદેશથી ડ્રગ્સના નેટવર્ક સાથે જાડાયેલા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરકારી વકીલો દ્વારા રજૂ કરવામાં આવેલા મજબૂત પુરાવાઓ, ફોરેÂન્સક રિપોર્ટ્સ અને સાક્ષીઓના નિવેદનોને આધારે અદાલતે આરોપીને દોષિત જાહેર કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવાની નેમ સાથે ચાલી રહેલી ઝુંબેશમાં આ ચુકાદો એક મહત્વનું પગલું માનવામાં આવે છે. આ કેસમાં અન્ય સંડોવાયેલા આરોપીઓ સામેની કાયદેસરની કાર્યવાહી હવે આગામી દિવસોમાં કરવામાં આવશે.







































