ઉના તાલુકાના વાંસોજ ગામની સીમ વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી વાડી વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં ભયનો માહોલ હતો. આ દીપડો ગત રાત્રિના સમયે લોકડીપા સીમ શાળા નજીક મૂકવામાં આવેલા પાંજરામાં પુરાઈ ગયો હતો.આ અંગે જસાધાર રેન્જના ઇર્હ્લં કે.સી. ચૌહાણને જાણ કરવામાં આવતા, તેમણે તાત્કાલિક દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોની સલામતી જળવાઈ રહે તે હેતુથી સીમ શાળાની બાજુમાં શિકાર સાથેનું પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.









































