અમરેલી જિલ્લામાં વધુ બે લોકોએ ઝેરી દવા પીધી હતી. ઇંગોરાળા (ડુંગરી) ગામે પ્રૌઢે તથા મેઘા પીપળીયા ગામે મહિલાએ ઝેરી દવા પીધી હતી. ધારીના ઇંગોરાળા (ડુંગરી) ગામે રહેતા રવજીભાઇ હરીભાઇ સાગઠીયા (ઉ.વ. ૩૦)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા હરીભાઇ ભાયાભાઇ સાગઠીયા (ઉ.વ. ૭૦)એ પોતે પોતાની મેળે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લીધા હતા, જેના કારણે તેમનું મોત થયું હતું. બીજા બનાવમાં વડિયાના મેઘા પીપળીયા ગામે રહેતા પ્રતાપભાઇ હરીભાઇ મકવાણા (ઉ.વ. ૩૬) એ જાહેર કર્યા મુજબ, વાલીબેન હરીભાઇ મકવાણા (ઉ.વ. ૬૫)ને છેલ્લા સાત-આઠ વર્ષથી લો બી.પી.ની બીમારી હતી. જેનાથી કંટાળી જઇ તેમણે પોતે પોતાની જાતે કપાસમાં નાંખવાની દવા પી લેતા, સારવાર દરમિયાન તેમનું મરણ થયું હતું.