ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં ફોજદારી કેસોમાં આરોપીઓ નિર્દોષ છૂટવાના કિસ્સાઓમાં તપાસ કરનાર પોલીસ અધિકારીઓ અને પબ્લિક પ્રોસિક્યુટરની ભૂમિકાની સમીક્ષા કરવામાં આવશે. જા તપાસ કે પ્રોસિક્યુશનમાં બેદરકારી કે ક્ષતિ જાવા મળશે, તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ગૃહ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ કેસોની તપાસમાં પારદર્શિતા લાવવાનો અને ન્યાય પ્રક્રિયામાં થતા વિલંબ કે ખામીઓને અટકાવવાનો છે. અગાઉ ઘણા ગંભીર કેસોમાં યોગ્ય પુરાવાના અભાવે અથવા તપાસની ખામીઓને કારણે આરોપીઓ નિર્દોષ છૂટી જતા હતા, જેનાથી ન્યાય પ્રક્રિયા પર સવાલ ઉઠતા હતા. હવે આ નવી વ્યવસ્થાથી તપાસ પ્રક્રિયા વધુ ગંભીરતાથી કરવામાં આવશે.
આ મામલાની ગંભીરતાને જાતા દરેક કેસની ઝીણવટભરી સમીક્ષા કરવા માટે એક ચાર સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમિતિમાં ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન, ડીજીપી – લો એન્ડ ઓર્ડર અને નાયબ સચિવ કક્ષાના બે ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે.
આ સમિતિ નિર્દોષ છૂટેલા કેસોની ફાઈલો તપાસશે અને એ નક્કી કરશે કે નિર્દોષ છૂટવા પાછળનું કારણ શું હતું. તપાસમાં કોઈ ખામી રહી ગઈ હતી. પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા કોર્ટમાં યોગ્ય રીતે કેસ રજૂ કરવામાં આવ્યો હતો. પુરાવાઓ એકત્રિત કરવામાં બેદરકારી દાખવવામાં આવી હતી. આ તમામ સવાલો પર તપાસ થશે.
જા સમિતિના તપાસ અહેવાલમાં એમ જણાશે કે તપાસ કે પ્રોસિક્યુશનમાં જાણીજાઈને કે બેદરકારીથી ભૂલ કરવામાં આવી છે, તો તેવા જવાબદાર અધિકારીઓ અને પ્રોસિક્યુટરો સામે કાયદાકીય અને વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.










































