કોડીનાર સ્થિત સોમનાથ સાયન્સ એકેડેમી ખાતે ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગ પ્રત્યેની જાગૃતિ અને પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, DLSS સ્કૂલ, સોમનાથ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ તેમજ સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ યોગાસન અને પ્રાણાયામમાં સક્રિય ભાગ લીધો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ યોગના આરોગ્યલક્ષી લાભો અને જીવનમાં તેના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ હાજરીને કારણે સમગ્ર કાર્યક્રમ સફળ અને પ્રેરણાદાયી રહ્યો હતો.