ગીરના સિંહની પજવણી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના ગીર પૂર્વની જસાધાર રેન્જ વિસ્તારમાં બની હોવાનું માનવામાં આવે છે. વાયરલ વીડિયોમાં એક બાઈકચાલક સિંહની પાછળ પૂરપાટ ઝડપે બાઈક દોડાવતો જોવા મળે છે, જેના કારણે સિંહ ભયભીત થઈ દોડતો નજરે પડે છે. વન્યજીવ સંરક્ષણના નિયમોનું ઉલ્લંઘન કરતી આ ઘટનાની તપાસ કરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.








































