અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની જાહેરાત બાદ આજે બજારમાં સકારાત્મક ભાવના જાવા મળી. સોમવારે બજાર નોંધપાત્ર વધારા સાથે બંધ થયું. જાકે, ટ્રેડિંગના અંત સુધીમાં બજારે તેના પ્રારંભિક લાભ ગુમાવ્યા. સપ્તાહના પહેલા દિવસે,બીએસઇ સેન્સેક્સ ૭૩૬.૩૮ પોઈન્ટ (૦.૯૭%) વધીને ૭૬,૨૬૪.૩૩ પર બંધ થયો.એનએસઇ નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ ૨૩૧.૦૦ પોઈન્ટ (૦.૯૮%) વધીને ૨૩,૮૫૩.૯૦ પર બંધ થયો. એક સમયે, સેન્સેક્સ ૭૬,૮૨૧.૦૭ પોઈન્ટ અને નિફ્ટી ૨૪,૦૧૧.૪૦ પર પહોંચી ગયો હતો.
સોમવારે, સેન્સેક્સના ૩૦ માંથી ૨૨ શેર લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીના ચાર લાલ નિશાનમાં બંધ થયા. દરમિયાન, નિફ્ટી ૫૦ માંથી ૩૪ શેર લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીના ૧૬ લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સમાં સમાવિષ્ટ ટાટા ગ્રુપ કંપની ટ્રેન્ટના શેર આજે સૌથી વધુ ૫.૩૫ ટકાના વધારા સાથે બંધ થયા. રાજ્ય માલિકીની પાવર કંપની દ્ગ્‌ઁઝ્રના શેર સૌથી વધુ ૧.૬૪ ટકાના ઘટાડા સાથે બંધ થયા.
સેન્સેક્સના બાકીના શેરોમાં, ઇન્ડિગો ૩.૬૨ ટકા, બજાજ ફિનસર્વ ૩.૫૮ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૩.૨૯ ટકા, ઇટરનલ ૩.૨૬ ટકા, મારુતિ સુઝુકી ૩.૦૬ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૦૧ ટકા, એલ એન્ડ ટી ૨.૯૯ ટકા, બજાજ ફાઇનાન્સ ૨.૩૯ ટકા, ટાઇટન ૨.૧૦ ટકા, ઇન્ફોસિસ ૧.૬૮ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૧૧ ટકા, ભારતી એરટેલ ૧.૦૯ ટકા, આઇટીસી ૦.૯૮ ટકા, એચસીએલ ટેક ૦.૯૦ ટકા, બીઇએલ ૦.૭૧ ટકા, એચડીએફસી બેંક ૦.૬૩ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૦.૫૭ ટકા, એક્સિસ બેંક ૦.૫૨ ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૦.૩૫ ટકા, પાવર ગ્રીડ ૦.૨૮ ટકા અને ટીસીએસ ૦.૦૧ ટકાના વધારા સાથે બંધ થયા.
બીજી તરફ,આઇસીઆઇસીઆઇ બેંકના શેર ૦.૯૯ ટકા, એશિયન પેઇન્ટ્‌સ ૦.૫૮ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૫૨ ટકા, અદાણી પોર્ટ્‌સ ૦.૪૯ ટકા, સન ફાર્મા ૦.૪૦ ટકા, ટેક મહિન્દ્રા ૦.૨૮ ટકા અને ટાટા સ્ટીલ ૦.૨૩ ટકા ઘટીને બંધ થયા.