વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે જનકલ્યાણની સિદ્ધિઓની ઉજવણી થઈ રહી છે. આ અંતર્ગત અમરેલીના ધારી ખાતે આવેલ આંબરડી સફારી પાર્ક રાજ્ય સરકારની દુરંદેશી નીતિઓનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું છે. ૩૬૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કના નિર્માણ પાછળ અંદાજે રૂ. ૧૦ થી ૧૨ કરોડનો ખર્ચ કરાયો છે.અહીં પ્રવાસીઓ માટે ર્પાકિંગ, રિસેપ્શન, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ફૂડ કોર્ટ અને દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે. પાર્કમાં વિશ્વના સૌથી મોટા સિંહ સ્ટેચ્યુ પૈકીનું એક ભવ્ય આકર્ષણ છે, જેને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાનું નોમિનેશન મળ્યું છે. વન્યજીવોની સારવાર માટે અહીં આધુનિક મેડિકલ સુવિધાઓ અને સિંહ દર્શન માટે પાંચ આધુનિક સફારી બસો કાર્યરત છે.વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન કુલ ૧,૩૦,૯૫૮ પ્રવાસીઓએ આ પાર્કની મુલાકાત લીધી હતી, જેનાથી અંદાજિત રૂ. ૨૦.૪૩ કરોડથી વધુની આવક થઈ છે. આ પાર્ક પર્યાવરણ સંરક્ષણ અને સ્થાનિક પ્રગતિનું પ્રેરણાદાયક મોડેલ સાબિત થયું છે










































