અમરેલી જિલ્લામાં પોલીસે વાપાળીયા, પચપચીયા, છાપરી, વિજપડી, રાજુલા અને સાવરકુંડલા સહિતના વિસ્તારોમાંથી અલગ-અલગ સ્થળેથી કુલ છ ઇસમોને પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપી પાડ્‌યા હતા. આ ઉપરાંત, સાવરકુંડલામાંથી અયુબ કાલવા નામના યુવક પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.