ધારીના માલસીકા ગામના ખેડૂતને વિશ્વાસમાં લઈ ઠીકરીયા (અમૃતપુર) ગામના યુવકે સાયબર ફ્રોડના બે લાખ રૂપિયા જમા કરાવીને ઉપડાવી લીધા હતા. આ અંગે માલસીકા ગામે રહેતા હિતેષભાઈ ભીખુભાઈ વાળા (ઉ.વ.૩૦)એ ઠીકરીયા (અમૃતપુર) ગામના એજાજભાઈ ઈકબાલભાઈ નહર સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ પ્રમાણે, આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા અને પોતે સાયબર ફ્રોડના નાણાં હોવાનું જાણતો હોવા છતાં, ખોટું બોલીને તેમના બેંક ખાતામાં રૂ. ૨,૦૦,૦૦૦ જમા કરાવ્યા હતા. ત્યારબાદ તે પૈસા તેમની પાસે ઉપડાવીને મેળવી લીધા હતા અને વિશ્વાસઘાત કર્યો હતો.