જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કૃષિ મહાવિદ્યાલય મોટા ભંડારિયા (અમરેલી) ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિન’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના કુલપતિ અને વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના નિયામકના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ
વૃક્ષારોપણ કર્યું હતું.આ પ્રસંગે રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના ૭૨ સ્વયંસેવકોએ કોલેજ પરિસરમાં પ્લાસ્ટિક કચરો એકત્ર કરી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. આચાર્ય ડા. ડી. એચ. કેલૈયાએ વિદ્યાર્થીઓને વધુ વૃક્ષો વાવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અપીલ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર્સ અને સ્ટાફગણ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.








































