અમરેલી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ દ્વારા પાસા (PASA) અંતર્ગત કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાએ પ્રોહિબિશન (દારૂબંધી)ના ગુનાઓમાં સંડોવાયેલા એક ઈસમ વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી હતી.અમરેલીના જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્રાજ દ્વારા આ દરખાસ્ત મંજૂર કરવામાં આવતા, લીલીયાના રહેવાસી ૩૧ વર્ષીય આરોપી કિશન સુરેશભાઈ દવે વિરૂધ્ધ પાસા વોરંટ જાહેર કરાયું હતું. પોલીસની ટીમે આ વોરંટની બજવણી કરીને આરોપીની અટકાયત કરી છે અને તેને કચ્છ-ભુજની પાલરા સ્પેશ્યલ જેલ ખાતે મોકલી આપ્યો છે.









































