કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ અમદાવાદમાં એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર લોકશાહીને ખતમ કરીને સરમુખત્યાર શાહી લાવવાની તૈયારી કરી રહ્યું છે. ભાજપ કાર્યકરો અને તંત્ર ચૂંટણીઓમાં કોંગ્રેસ કાર્યકરોને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું નહીં.
ચૂંટણીના પરિણામ બાદ પણ હેરાનગતિઓ અટકી નથી. તાલુકા,જિલ્લા પંચાયત વ્યારાની ૧૩ બેઠકોમાં જીતેલા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે હેરાનગતિ કરી અને નેતાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસ સભ્યોને મિટિંગ પૂર્ણ થયા બાદ પણ છોડવામાં આવ્યા નથી.
બનાસકાંઠા દિયોદરમાં પણ કલેકટર એક કલાક મોડા આવે, ભાજપ બોલચાલી કરીને વાતાવરણ બગાડી રહયા છે. નવી મિટિંગની તારીખ ૨૭ જાહેર કરવામાં આવી, કોંગ્રેસ મહિલા પ્રસૂતા છે જેની પણ તારીખ ૨૭ હોવાની ભાજપને ખબર પડતા આ તારીખ કરાવી છે.
આણંદમાં પણ મહારાષ્ટÙથી આવેલા આદિવાસી ઉમેદવારનું સર્ટિફિકેટ ચાલે નહિ, સરકારી વકીલ પણ કોર્ટના સ્ટેમાં વાંધો દર્શાવ્યો ન હતો. સરકારી વકીલે ભાજપને મદદ કરતા હતા. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જાઈએ. ચાવડાએ વધુમાં કહ્યું કે, આગામી સમયમાં પ્રજા અધિકરીઓને રસ્તા પર દોડાવશે.
જ્યારે કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, આણંદની ઘટના ખુબ જ શરમજનક છે. ખોટા પરિપત્ર હોવા છતાં અધિકરીઓ અભિનંદન આપે છે. સરકારી ભરતીમાં જે કંઈ ભરતી થઈ હોય તે સર્ટિફિકેટ વિશ્લેષણ સમિતિ એક જ મિનિટમાં ખરા ખોટાનો નિર્ણય લઇ લે છે. મહારાષ્ટ્રના લોકો ભરતી પ્રક્રિયામાં આદિવાસી સર્ટિફિકેટ લઈને ચૂંટણીઓ લડશે, નોકરીઓ મેળવશે તો ગુજરાતના આદિવાસીઓ શું કરશે ? દેશના આદિવાસીઓ સર્ટિફિકેટ લઈને ગુજરાતમાં આવશે તો ગુજરાતના સાચા આદિવાસીને અન્યાય થશે









































