ડિફેન્ડીંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ભલે આઇપીએલ ૨૦૨૬ લીગ સ્ટેજમાં ટોચ પર રહ્યું હોય, પરંતુ એક રસપ્રદ આંકડા હવે તેમના ચાહકોનું ટેન્શન વધારી શકે છે. ઇતિહાસ બતાવે છે કે આઇપીએલ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહેલી ટીમોએ સૌથી વધુ વખત ટ્રોફી જીતી છે, અને આ વખતે, ગુજરાત ટાઇટન્સ તે સ્થાન ધરાવે છે. પરિણામે, ઘણા ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો ગુજરાતને ટાઇટલ માટે ટોચનો દાવેદાર માને છે.
આઇપીએલ ૨૦૨૬ માટે ટોચની ત્રણ ટીમો નક્કી થઈ ગઈ છે.  ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રણેયના ૧૮-૧૮ પોઈન્ટ હતા, પરંતુ આરસીબીએ સારા નેટ રન રેટને કારણે ટોચનું સ્થાન મેળવ્યું. ગુજરાત બીજા સ્થાને રહ્યું, અને સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજા સ્થાને રહ્યું. જોકે, ચોથા પ્લેઓફ સ્થાન માટેનો જંગ હજુ પણ ચાલુ છે. રાજસ્થાન રોયલ્સ હાલમાં ચોથા સ્થાને છે, જ્યારે પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ પણ રેસમાં છે.
૨૦૧૧ માં આઇપીએલમાં પ્લેઓફ ફોર્મેટ લાગુ થયા પછી, ૧૫ સીઝન રમાઈ છે. આમાંથી, બીજા સ્થાને રહેલી ટીમે નવ વખત ટ્રોફી જીતી છે, જ્યારે ટોચની ટીમે ફક્ત પાંચ વખત જીત મેળવી છે.
૨૦૧૧ થી આઇપીએલ જીતવાનો ટીમ રેકોર્ડ
પ્રથમ સ્થાન મેળવનાર ટીમ – ૫ વખત ચેમ્પિયન
બીજું સ્થાન મેળવનાર ટીમ – ૯ વખત ચેમ્પિયન
ત્રીજું સ્થાન મેળવનાર ટીમ – ૧ વખત ચેમ્પિયન
ચોથું સ્થાન મેળવનાર ટીમ – ક્યારેય  ટાઇટલ જીતી નથી
રસપ્રદ વાત એ છે કે, ટોચના બેમાંથી બહારની ટીમે ફક્ત એક જ વાર આઇપીએલ જીતી છે. ૨૦૧૬ માં, સનરાઇઝર્સ હૈદરાબાદ ત્રીજા સ્થાને રહીને ચેમ્પિયન બની હતી. ચોથા સ્થાને રહેલી કોઈપણ ટીમે ક્યારેય  આઇપીએલ ટ્રોફી જીતી નથી. આ આંકડા ઇઝ્રમ્ માટે પણ ચિંતાનું કારણ છે કારણ કે ટીમ અગાઉ ટોચ પર રહી હોવા છતાં ટ્રોફી જીતવાનું ચૂકી ગઈ છે. ૨૦૧૧ માં, આરસીબી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી હતી પરંતુ ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી. ૨૦૧૬ માં, ટીમ બીજા સ્થાને રહી હતી, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ ફાઇનલમાં તેમનું સ્વપ્ન ચકનાચૂર કરી નાખ્યું. જો કે,આરસીબી ચાહકો માટે થોડી રાહત છેઃ ટીમે ગયા સિઝનમાં બીજા સ્થાને રહ્યા બાદ તેની પ્રથમ આઇપીએલ ટ્રોફી જીતી હતી. એ જાવું રસપ્રદ રહેશે કે શું ઇતિહાસ પોતાને પુનરાવર્તિત કરે છે કે પછી વિરાટ કોહલીની ટીમ ફરી એકવાર રેકોર્ડ બદલવામાં સફળ થાય છે.