વર્ષ ૨૦૧૩માં જૂનાગઢ જિલ્લામાંથી મુક્ત થઈને નવો “ગીર સોમનાથ” જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. આ ઐતિહાસિક નિર્ણયને આશરે ૧૨ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, જિલ્લાના અનેક ગામો અને તાલુકાઓના રેશનકાર્ડમાં હજુ પણ જિલ્લાનું નામ “જૂનાગઢ” જ દર્શાવવામાં આવે છે. આ વહીવટી ક્ષતિના કારણે સ્થાનિક નાગરિકોને સરકારી કચેરીઓના કામકાજ, શાળાઓ અને કોલેજોમાં એડમિશન પ્રક્રિયા, શિષ્યવૃત્તિ, બેંકિંગ કામગીરી તેમજ વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ ભરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.










































