અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત કાબરીયા આર્ટસ, વઘાસીયા કોમર્સ, ભગત સાયન્સ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ NCC કેમ્પમાં ગૌરવપૂર્ણ સિધ્ધિ હાસલ કરી છે. લોક નિકેતન ટ્રસ્ટ હાઈસ્કુલ, બેલા ખાતે તારીખ ૦૬/૦૫/૨૦૨૬ થી ૧૫/૦૫/૨૦૨૬ દરમિયાન NCC – CATC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.
આ કેમ્પની વિવિધ સ્પર્ધાઓમાં કાબરીયા આર્ટસ, વઘાસીયા કોમર્સ અને ભગત સાયન્સ મહિલા કોલેજ, અમરેલીની વિદ્યાર્થીનીઓએ ભાગ લઈને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ડ્રામા સ્પર્ધા, ગાર્ડ ઓફ હોનર અને પબ્લિક સ્પીચમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ ઉપરાંત, બેસ્ટ કેડેટ સ્પર્ધામાં દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરીને સંસ્થાનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે.