અમરેલી નગરપાલિકાના સભ્ય રાજુભાઈ અહેમદભાઈ બિલખીયાની રજૂઆત બાદ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા અમરેલી શહેરના વિકાસ કાર્યો માટે પોતાની સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી ફાળવણી કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે અમરેલીના જિલ્લા આયોજન અધિકારીને એક સત્તાવાર પત્ર પાઠવીને મુસ્લિમ સમાજના કબરસ્તાનની સુરક્ષા માટે ગ્રાન્ટ મંજૂર કરી છે.પત્રમાં જણાવ્યા અનુસાર, અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં આવેલા સમસ્ત મુસ્લિમ સમાજના કબરસ્તાનની ફરતે પ્રોટેક્શન દીવાલ (બાઉન્ડ્રી વોલ) બનાવવાના કામ માટે રૂ. ૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ લાખ પુરા) ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.સાંસદ દ્વારા સંબંધિત ઇમ્પ્લીમેન્ટિંગ એજન્સી આ કામ સત્વરે પૂર્ણ કરે અને તેની ગુણવત્તા બરાબર જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવા વિનંતી કરાઈ છે.