બુધવારે ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા જાવા મળી. સવારે ટ્રેડિંગ શરૂ થતાં જ, બજારમાં ભારે વેચવાલીનો દબદબો રહ્યો, અને સેન્સેક્સ લગભગ ૭૫૦ પોઈન્ટ ઘટ્યો. રોકાણકારોમાં ભયનું વાતાવરણ હતું, પરંતુ બપોરે બજારનો મૂડ અચાનક બદલાઈ ગયો, અને સેન્સેક્સે શાનદાર રિકવરી કરી, લીલા રંગમાં બંધ થયો. આ ઉછાળાથી રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં ૧ લાખ કરોડથી વધુનો વધારો થયો.
ટ્રેડિંગના અંતે, બીએસઇ સેન્સેક્સ ૧૧૮ પોઈન્ટ વધીને ૭૫,૩૧૮ પર બંધ થયો, જ્યારે નિફ્ટી ૪૧ પોઈન્ટ વધીને ૨૩,૬૫૯ પર બંધ થયો. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ ખરીદી જાવા મળી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોએ બજારમાં રિકવરીમાં સૌથી વધુ ફાળો આપ્યો. કંપનીના શેરમાં લગભગ ૩ ટકાનો ઉછાળો આવ્યો, જેનાથી એકંદર બજારને વેગ મળ્યો. વધુમાં, બજાજ ફિનસર્વ, ઈન્ડીગો , એક્સિસ બેંક અને ટ્રેન્ટ જેવા શેરોમાં પણ નોંધપાત્ર વધારો જાવા મળ્યો.
રોકાણકારોએ ઓટો, બેંકિંગ અને તેલ અને ગેસ ક્ષેત્રોમાં ભારે ખરીદી કરી. બેંક નિફ્ટી અને પીએસયુ બેંક સૂચકાંકો મજબૂત વધારા સાથે બંધ થયા. બજાર નિષ્ણાતો કહે છે કે ચોથા ક્વાર્ટરના પરિણામોમાં સુધારો અને ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઈથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો. જાકે,આઇટી એફએમસીજી અને મીડિયા ક્ષેત્રના શેર દબાણ હેઠળ રહ્યા. ટેક મહિન્દ્રા અને ટાટા સ્ટીલ જેવા શેરો ઘટાડા સાથે બંધ થયા.
નિષ્ણાતોના મતે, બજાર હાલમાં નિશ્ચિત શ્રેણીમાં ટ્રેડ થઈ રહ્યું છે. રોકાણકારો હવે યુએસ ફેડરલ રિઝર્વની વ્યાજ દર બેઠકની મિનિટ્સ પર નજર રાખશે. ટેકનિકલ વિશ્લેષકો માને છે કે ૨૩,૫૦૦નું સ્તર નિફ્ટી માટે મુખ્ય સપોર્ટ છે, જ્યારે ૨૩,૮૦૦ અને ૨૩,૮૫૦ ની વચ્ચે મજબૂત પ્રતિકાર જાવા મળી શકે છે.










































