ઓનલાઇન પ્લેટફોર્મ્સ મારફતે થઇ રહેલા દવાઓના ગેરકાયદેસર અને પ્રિસ્ક્રીપ્શન વગરના વેચાણ સામે દેશભરના કેમિસ્ટોએ મોરચો માંડ્યો છે. ‘ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન’ના આહવાન પર દેશભરમાં ૧૨ લાખથી વધુ અને ગુજરાતના ૩૫ હજારથી વધુ મેડિકલ સ્ટોર સંચાલકો એક દિવસની હડતાળ પર ઉતર્યા છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પણ મેડિકલ સ્ટોર સંચાલકોએ એક દિવસનો બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો. જાકે, દર્દીઓને મુશ્કેલીઓ ના પડે તે માટે હોÂસ્પટલની નજીકના મેડિકલ સ્ટોર્સ અને ઇમરજન્સી હેલ્પલાઇન ચાલુ રાખવામાં આવી છે.
દેશભરના અંદાજે ૧૨.૩૦ લાખ કેમિસ્ટ આજે ટોકન બંધમાં જાડાયા છે. ગુજરાતના ૩૫ હજારથી વધુ અને અમદાવાદના ૩ હજાર જેટલા મેડિકલ સ્ટોર વેપારીઓ બંધમાં જાડાયા હતા. જાકે, દર્દીઓને હાલાકી ન પડે તે માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં હોસ્પિટલ નજીક આવેલી મેડિકલ દુકાનો ઇમરજન્સી સેવા માટે ખુલ્લી રાખવામાં આવી છે. ગામડાઓમાં પણ એક-એક મેડિકલ સ્ટોર ચાલુ રાખવામાં આવ્યા છે.
અમદાવાદમાં ટાઉનહોલ ખાતે વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સવારે ૧૦ઃ૩૦ થી ૧૨ વાગ્યા સુધી પ્રતીકાત્મક વિરોધ સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. જરૂરીયાતમંદ દર્દીઓને દવા મળી રહે તે માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જસવંત પટેલએ જણાવ્યું હતું કે, “વર્ષોથી કેન્દ્ર સરકાર સમક્ષ ઓનલાઈન દવાઓના ગેરકાયદેસર વેચાણ મુદ્દે રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓ વેચાવાથી લોકોના જીવ જાખમમાં મુકાઈ રહ્યા છે. સરકાર તાત્કાલિક કડક કાયદો લાવે તેવી અમારી માંગ છે.”
અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના સભ્ય જીતુલ પટેલએ જણાવ્યું હતું કે, “છૈં અને ઓનલાઈન પ્લેટફોર્મના નામે નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સ્થાનિક મેડિકલ સ્ટોર તમામ નિયમોનું પાલન કરે છે જ્યારે ઓનલાઈન વેચાણમાં કોઈ જવાબદારી દેખાતી નથી. જા સરકાર અમારી માંગણીઓ નહીં સ્વીકારે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.”
ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે પ્રિસ્ક્રીપ્શન વગર દવાઓ વેચાઇ રહી હોવાનો ગંભીર આક્ષેપ વેપારીઓએ કર્યો છે. ખાસ કરીને ગર્ભપાત માટે ઉપયોગમાં લેવાતી તેમજ અન્ય ગંભીર દવાઓ ખુલ્લેઆમ ઉપલબ્ધ બનતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. કેમિસ્ટ સંગઠનોએ આરોપ લગાવ્યો કે ઓનલાઇન પ્લેટફોર્મ પર ડુપ્લિકેટ અને નકલી દવાઓનો વેપાર વધી રહ્યો છે. છેલ્લા ૬ મહિનામાં ૧૫૦ કરોડ રૂપિયાથી વધુની નકલી દવાઓ ઝડપાઇ છે. કોરોના કાળ દરમિયાન બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ નોટિફિકેશનને રદ કરવાની માંગ સાથે ઓનલાઇન દવાઓ વેચતા માફિયાઓ સામે કડક કાયદાની માંગ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલા ૪૫૦થી વધુ મેડિકલ સ્ટોર બંધ રાખવામાં આવ્યા છે. તમામ મેડિકલ સ્ટોર ધારકોએ એકત્રિત થઇને વિરોધ નોંધાવ્યો હતો. મેડિકલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઓનલાઇન હલકી, સસ્તી અને ડુપ્લીકેટ દવાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. જામનગર શહેરમાં આ આંદોલનને પગલે ૭૦૦ જેટલા નાના-મોટા તમામ મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને સરકારની ઓનલાઇન દવા વેચાણની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.









































