બ્રહ્માકુમારીઝ અમરેલી સેવા કેન્દ્ર દ્વારા અધિકમાસ નિમિત્તે તા. ૨૦ થી ૨૪ મે દરમિયાન દરરોજ રાત્રે ૮ઃ૩૦ થી ૧૦ઃ૩૦ વાગ્યે સ્ટેશન રોડ સ્થિત મહાજન પાર્ટી પ્લોટ ખાતે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાન સપ્તાહ’નું આયોજન કરાયું છે. ‘જીવનનો આધાર ગીતાનો સાર’ વિષય પર આધારિત આ કથાના મુખ્ય વક્તા રાજયોગીની બ્રહ્માકુમારી કિંજલબેન રહેશે. આ પાંચ દિવસીય જ્ઞાનયજ્ઞમાં ચિંતામુક્ત જીવન, આત્માની જાગૃતિ, પરમાત્મા મિલનની અનુભૂતિ, વ્યસન મુક્તિ માટે યોગ દ્વારા સમાધાન અને કર્મનો સિધ્ધાંત જેવા વિવિધ આધ્યાત્મિક પ્રસંગો ઉજવાશે. આ જ્ઞાનયજ્ઞમાં ઉપસ્થિત રહીને પોતાના જીવનને મૂલ્યવાન અને ઉજ્જવળ બનાવવા માટે સર્વ શહેરીજનોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.








































