નડીયાદ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની ઇન્ટર D.L.S.S. એથ્લેટિક્સ લીગ સ્પર્ધા ૨૦૨૬માં અમરેલીના ગજેરા કેમ્પસ – વિદ્યાસભા સ્કૂલના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
આ સ્પર્ધામાં શાળાના એથ્લેટ્‌સોએ પોતાની શ્રેષ્ઠ રમત અને આત્મવિશ્વાસના જોરે ૪-સુવર્ણ, ૭-રજત અને ૫-કાંસ્ય પદક મળીને કુલ ૧૬ મેડલ મેળવ્યા છે. જેમાં વાઘેલા કિશન, ભુરીયા આકાશ, સટિયા યશ અને રાઠોડ કેયુર સહિતના ખેલાડીઓએ હાઇ જમ્પ, લોંગ જમ્પ અને વિવિધ દોડ સ્પર્ધાઓમાં અદભુત સફળતા મેળવી છે. ખેલાડીઓની આ ગૌરવપૂર્ણ સિધ્ધિ પાછળ તેમની નિયમિત ટ્રેનિંગ અને કોચનું માર્ગદર્શન મુખ્ય રહ્યું છે. આ ભવ્ય સફળતા બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા અને મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા સહિતના હોદ્દેદારોએ વિજેતા ટીમ અને કોચને અભિનંદન પાઠવ્યા છે.