ચલાલામાં એક વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે દિવ્યેશભાઇ રમેશભાઇ ઉનડકટ (ઉ.વ.૪૫) એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રીએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. વિદ્યાર્થીનીના આવા આઘાતજનક પગલાથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. તેણે કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિભાઈ કે. બગડા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.








































