અમરેલી જિલ્લામાં પોલીસે અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અમરેલીના ફતેપુર રોડ પર આવેલા હુડકો વિસ્તારમાં એક મહિલાના રહેણાંક મકાનમાંથી ૫ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત, ગોરડકા ગામેથી ૫ લિટર અને ડેડાણ ગામેથી ૨ લિટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.અન્ય કાર્યવાહીમાં, જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ચાર શખ્સો નશાની હાલતમાં ફરતા મળી આવતા તેમની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે સાવરકુંડલામાંથી એક યુવક ભારતીય
બનાવટના વિદેશી દારૂના ક્વાર્ટર (ચપટા) સાથે ઝડપાયો હતો.






































