વડીયાના ખાખરીયા નાકા પાસે રહેતા ૫૦ વર્ષીય પ્રેમજીભાઇ હરીભાઇ રાઠોડની પત્નીના ગુમ થયા અંગે પોલીસમાં જાણ કરી છે. ગુમ થનાર શોભનાબેન પ્રેમજીભાઇ રાઠોડની ઉંમર ૪૫ વર્ષ છે અને તેમની માનસિક સ્થિતિ અસ્થિર હોવાથી લાંબા સમયથી સારવાર અને દવાઓ ચાલુ છે. તેઓ ઘરેથી વડીયા સિવિલ હોસ્પિટલ ખાતે પોતાની દવા લેવા જવાનું કહીને નીકળ્યા હતા પરંતુ લાંબો સમય વીતવા છતાં પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આ બાબતે પોલીસ ચોપડે વિધિવત નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.








































