આધુનિક યુગમાં જ્યારે લગ્ન પ્રસંગો પાછળ લાખોનો આંધળો ખર્ચ અને દેખાડો વધી રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચૂલી ગામે આદિવાસી સમાજે એક નવી રાહ ચીંધી છે. ‘ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવમાં માત્ર રૂપિયા એકના ટોકનથી ૬ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગમાં દહેજ, ડીજે કે દારૂ જેવા દૂષણોને તિલાંજલિ આપીને સદીઓ જૂની પરંપરાને જીવંત રાખવામાં આવી હતી.
આ સમૂહ લગ્નની સૌથી ઉમદા બાબત એ હતી કે તેમાં અનાથ કન્યાઓ અને જેમના માતા કે પિતા હયાત નથી તેવા જરૂરિયાતમંદ જાડાઓને અગ્રિમતા આપવામાં આવી હતી. આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા પરિવારો માટે આ આયોજન આશીર્વાદરૂપ સાબિત થયું હતું. જાડા દીઠ આશરે ૮ થી ૧૦ લાખ રૂપિયાના ખર્ચે આયોજિત આ કાર્યક્રમમાં દાતાઓ અને જ્વેલર્સ કંપનીઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું. ટ્રસ્ટ દ્વારા નવદંપતીઓને ચમચીથી લઈને બેડ, સોફા અને તિજારી સહિતની તમામ ઘરવખરી ભેટમાં આપવામાં આવી હતી.
આજના સમયમાં ડીજે વગર લગ્નની કલ્પના કરવી મુશ્કેલ છે, પરંતુ અહીં આદિવાસી સંસ્કૃતિના અસલ રંગો જાવા મળ્યા હતા. ડીજેના ઘોંઘાટને બદલે પરંપરાગત ઢોલ, માંદલ અને શરણાઈના સૂરે મહેમાનો ઝૂમી ઉઠ્યા હતા. પટેલ-પુંજારાની વિધિ દ્વારા શાસ્ત્રોક્ત અને પરંપરાગત રીતે લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ પણ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા.
ભોજન સમારંભમાં મોંઘીદાટ વાનગીઓને બદલે આદિવાસીઓની સદીઓ જૂની પરંપરાગત વાનગી ‘મકાઈની ઘાટ અને કઢી’ પીરસવામાં આવી હતી. વિશેષતાએ હતી કે મહેમાનોએ પ્લાÂસ્ટક કે સ્ટીલના વાસણોને બદલે સાગના પાંદડામાં આ ભોજનનો આનંદ માણ્યો હતો.
આયોજક ગોપાલ રાઠવાએ જણાવ્યું હતું કે, “આ વર્ષે ૨૦ જાડાનું રજીસ્ટ્રેશન થયું હતું, પરંતુ ટેકનિકલ કારણોસર ૧૪ રજીસ્ટ્રેશન રદ થતા અંતે ૬ જાડાના લગ્ન ધામધૂમથી અને સાદગીપૂર્વક સંપન્ન થયા છે.”
આ આયોજને સાબિત કરી દીધું છે કે જા સમાજ ધારે તો ખોટા ખર્ચાઓ ટાળીને પોતાની મૂળ પરંપરાઓ સાથે ગૌરવભેર સામાજિક જવાબદારી નિભાવી શકે છે.







































