ભારે વધઘટ વચ્ચે ભારતીય શેરબજારમાં આજે ઘટાડો જોવા મળ્યો. ટ્રેડિંગ સત્રના અંતે સેન્સેક્સ લગભગ ૫૧૬ પોઈન્ટ ઘટ્યો, જ્યારે નિફ્ટી ૨૪,૨૦૦ ની નીચે સરકી ગયો. બજારમાં નબળાઈનું સૌથી મોટું કારણ એસબીઆઇના ત્રિમાસિક પરિણામો પછી બેંકિંગ શેરોમાં વેચવાલી હતી. વધુમાં, યુએસ-ઈરાન તણાવે પણ રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ ૫૧૬ પોઈન્ટ ઘટીને ૭૭,૩૨૮ પર બંધ થયો, જ્યારે નિફ્ટી ૧૫૦ પોઈન્ટ ઘટીને ૨૪,૧૭૬ પર બંધ થયો.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ત્રિમાસિક પરિણામો પછી રોકાણકારોએ ભારે નફા-બુકિંગનો આશરો લીધો. આ અસર શેર પર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી, જેમાં એસબીઆઇના શેર લગભગ ૬ ટકા ઘટ્યા હતા. આનાથી સમગ્ર બેંકિંગ ક્ષેત્ર પર દબાણ આવ્યું. એસબીઆઇ  ઉપરાંત, કોલ ઇન્ડિયા, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ અને એકસીસ બેંકના શેર પણ નિફ્ટી પર ઘટ્યા. એશિયન પેઇન્ટ્‌સ, એપોલો હોસ્પિટલ્સ, ટાટા કન્ઝ્યુમર, અદાણી પોર્ટ્‌સ અને ટાઇટનમાં પણ ખરીદી જાવા મળી.

આજે બજારમાં પીએસયુ બેંક ઇન્ડેક્સ સૌથી વધુ ઘટ્યો, જેમાં લગભગ ૩ ટકાનો ઘટાડો નોંધાયો. ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ ૧ ટકા ઘટ્યો, જ્યારે ખાનગી બેંક, મેટલ, એનર્જી, પાવર અને રિયલ્ટી ક્ષેત્રોમાં પણ ઘટાડો થયો. જોકે,આઇટી,એફએમસીજી હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રો બજારને કંઈક અંશે સ્થિર કરવામાં સફળ રહ્યા.

નિષ્ણાતોના મતે, અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ નજીક લશ્કરી ગતિવિધિઓએ વૈશ્વીક બજારોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. આના કારણે રોકાણકારો જોખમી રોકાણ ટાળવા લાગ્યા છે, જેના કારણે વેચાણમાં વધારો થયો છે. જાકે, રાહતની વાત એ છે કે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ની આસપાસ સ્થિર રહ્યા, જેનાથી બજારમાં વધુ ગભરાટ અટક્્યો.

મુખ્ય પ્રવાહના બજારમાં ઘટાડા છતાં, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખાસ નબળાઈ જાવા મળી ન હતી. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ થોડો ઘટાડો સાથે બંધ થયો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ થોડો ઊંચો હતો. નિષ્ણાતો કહે છે કે મજબૂત કોર્પોરેટ પરિણામો અને સારા મૂલ્યાંકનને કારણે રોકાણકારો પસંદગીના મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં રસ ધરાવે છે.