ધોરાજીના એક પટેલ વેપારીને હની ટ્રેપમાં ફસાવી રૂ.૧ લાખ પડાવવાના કેસમાં પોલીસે ઉપલેટાની બે મહિલાઓ સહિત કુલ છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ફરિયાદી પારસભાઈ પરસોતમભાઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ફેસબુક મારફતે ઓળખાણ બાદ આરોપીઓએ ઉપલેટા બોલાવી અવાવરૂ જગ્યાએ લઈ જઈ ધમકી આપી હતી. આરોપીઓએ નગ્ન વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી પહેલા રૂ.૮૦ હજાર અને બાદમાં રૂ.૧ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા, તેમજ રૂ.૧૫૦૦ લૂંટી લીધા હતા. પોલીસે ચીરાગ પટેલ, નિંકુજ પટેલ, પ્રતિક ગજેરા, રઘુ રાઠોડ અને બે મહિલાઓને ઝડપી પાડ્યા છે. કોર્ટે તમામ આરોપીઓના ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.









































