ઠવી ગામેથી પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ નશાકારક પરફ્યુમની બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી, વધુ નશો ચડે તેવા કેમિકલયુક્ત પ્રવાહીનું ગેરકાયદે વેચાણ કરવા બદલ બે શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ઠવી ગામે રહેતા વિપુલભાઇ દેવજીભાઇ પાટડીયાએ ગારીયાધારના જીગ્નેશભાઇ સવજીભાઇ માણીયા પાસેથી ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વગર ‘છટ્ઠદ્ઘુટ્ઠ-ઙ્મૈદ્બી pીકિેદ્બી’ નામની ૧૦૦દ્બઙ્મની નશાકારક બોટલોનો જથ્થો મંગાવ્યો હતો. પોલીસને બાતમી મળતા દરોડા દરમિયાન કુલ ૧૪૦ નંગ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. ૯,૮૦૦ જણાવવામાં આવી છે. ઝડપાયેલા મુદ્દામાલને પરીક્ષણ અર્થે ‘પ્રાદેશિક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા’ (ઇહ્લજીન્), જૂનાગઢ ખાતે મોકલવામાં આવ્યો હતો. લેબોરેટરીના અહેવાલ મુજબ આ બોટલોમાં ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણઃ ૬૩.૯૨% ફ/ફ જોવા મળ્યું હતું. તેમાં ‘ડાયઇથાઇલ પ્થેલેટ’ નામના કેમિકલની હાજરી મળી આવી હતી. રિપોર્ટમાં સ્પષ્ટ જણાવાયું છે કે આ પ્રવાહીનું સેવન કરવાથી ભારે નશો ચડે છે અને તે માનવ આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે. આરોપીઓ જાણતા હતા કે આ બોટલોનું સેવન આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે તેમ છે, તેમ છતાં વધુ નફો કમાવવા અને લોકોને નશો કરાવવાના હેતુથી તેઓ આ જથ્થાનું વેચાણ કરી રહ્યા હતા. ગારીયાધારની ‘બંસીધરી એન્ટરપ્રાઇઝ’ દ્વારા માર્કેટિંગ અને સુરતની ‘ક્રિષ્ના પરફ્યુમરી’ દ્વારા ઉત્પાદિત આ બોટલોના વેચાણ મુદ્દે પોલીસે બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હોવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.










































