ચલાલામાં પ. પૂ. સંત ડા. રતિદાદાના સાનિધ્યમાં ગાયત્રી સંસ્કારધામ ખાતે હાલમાં ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ દ્વારા બેઝીક કોર્સની તાલીમનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્ય ટ્રેનિંગ કમિશનર નીરૂબેન જાદવ, આસિસ્ટન્ટ ટ્રેનર રેખાબેન જાદવ, ભીખાલાલ સિધ્ધપુરા (રાજ્ય ઓર્ગેનાઈઝર કમિશનર), ભુપેન્દ્રભાઈ બસિયા (જિલ્લા મુખ્ય કમિશનર), દીપાબેન ગોહિલ (જિલ્લા કમિશનર), સંજયભાઈ મકવાણા (સ્કાઉટ માસ્ટર), પંકજભાઈ મહેતા, નૂતનબેન માલવિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકો અને માર્ગદર્શકોને સ્કાઉટિંગના મૂળભૂત સિદ્ધાંતો, શિસ્ત,સ્વાવલંબન અને રાષ્ટ્રીય સેવા જેવા મૂલ્યો અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ તાલીમની સમગ્ર વ્યવસ્થા ભારતભૂષણ મહેશભાઈ મહેતા અને શીતલબેન દ્વારા કરાઈ હતી.









































