અમરેલી તાલુકાના તરવડા ગામે રહેતા એક ૪૦ વર્ષીય યુવાન પત્ની સાથે ઝઘડો થયા બાદ, પરિવારને જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે તેમના ભાઈએ પોલીસને જાણ કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ, તરવડા ગામે રહેતા રાહુલભાઈ પોપટભાઈ પટોળીયા (ઉં.વ. ૪૦) ને તેમના પત્ની તનુબેન સાથે કોઈ કારણોસર માથાકૂટ થઈ હતી. આ બોલાચાલીથી વ્યથિત થઈ રાહુલભાઈ ઘરમાં કોઈને પણ કંઈ જણાવ્યા વગર નીકળી ગયા હતા. મોડી સાંજ સુધી તેઓ પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ પત્તો ન લાગતા અંતે પોલીસની મદદ લેવાઈ હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે. ગોંડલીયા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.આ ઉપરાંત, અન્ય એક ઘટનામાં અમરેલીમાં રહેતી અંજલીબેન અશોકભાઇ ગોસાઇ (ઉ.વ. ૨૧) પણ બે દિવસ પહેલા પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.








































