અમરેલી તાલુકાના ગાવડકા ગામના વતની ઉજીબેન છનાભાઇ ચાવડિયાએ ૧૦૫ વર્ષની વયે મતદાન કરીને યુવા પેઢી માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય રીતે આ ઉંમરે સ્વાસ્થ્ય સંબંધી અનેક મર્યાદાઓ હોવા છતાં આ માજીએ ચુંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને લોકશાહીના પર્વની ઉજવણી કરીને અન્ય લોકોને મતદાન કરવા માટે પ્રેરીત કર્યા હતા.



































