ગુજરાત હાઈકોર્ટે જીપીએસસીને એક પ્રશ્નના જવાબ બદલ ઠપકો આપતા કહ્યું હતું કે, જીપીએસસી હઠીલી અને ઘમંડી છે.” ગયા અઠવાડિયે, હાઈકોર્ટે ગુજરાત પબ્લીક સર્વિસ કમિશનને કૌટિલ્યના અર્થશા†નો મૂળ ટેક્સ્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો, ખાસ કરીને ૧૯૧૫ માં પ્રકાશિત થયેલ પ્રથમ અંગ્રેજી અનુવાદ. જીપીએસસી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નના જવાબની ચોકસાઈ અંગે કોર્ટરૂમમાં થયેલી ગરમાગરમ ચર્ચા બાદ આ આદેશ આપવામાં આવ્યો હતો.
જીપીએસસીના વકીલે કોર્ટને કહ્યું હતું કે પ્રશ્ન પુસ્તકની તે ચોક્કસ આવૃત્તિમાંથી લેવામાં આવ્યો છે તે પછી આ આદેશ આવ્યો હતો. ૨૦૨૫ ની જીપીએસસી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નમાં ઉમેદવારોને કૌટિલ્યના અર્થશાસ્ત્ર વિશે બે નિવેદનોનું મૂલ્યાંકન કરવાનું કહેવામાં આવ્યું હતું પ્રથમ, પુસ્તક સંસ્કૃતમાં લખાયેલું હતું, અને બીજું, તે અર્થશા† સાથે સંબંધિત છે. ભરતી પ્રક્રિયાના બીજા રાઉન્ડ માટે માત્ર એક ગુણથી લાયકાત મેળવવામાં ચૂકી ગયેલા ઉમેદવારે જીપીએસસીની સત્તાવાર આન્સર કીને કોર્ટમાં પડકારી છે. તેમણે દલીલ કરી હતી કે જવાબ કીમાં આપેલો જવાબ ખોટો હતો.
આપેલા વિકલ્પો હતાઃ એ ફક્ત એક, બીઃ ફક્ત બે, સીઃ બંને એક અને બે, અને ડીઃ ઉપરોક્તમાંથી કોઈ નહીં. ઉમેદવારે સી ને તેના જવાબ તરીકે પસંદ કર્યું, પરંતુ જીપીએસસી અસંમત હતી, જેના કારણે જવાબની સચોટતા પર વિવાદ થયો. ઉમેદવારના વકીલોએ દલીલ કરી હતી કે જીસીઇઆરટી અને એનસીઇઆરટી પાઠ્યપુસ્તકોએ તેનો જવાબ સાચો બતાવ્યો હતો. જાકે, જીપીએસસી અસંમત હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રશ્ન ફક્ત મૂળ લખાણમાંથી લેવામાં આવ્યો હતો, એટલે કે, ૧૯૧૫ માં પ્રકાશિત અર્થશાસ્ત્રના અંગ્રેજી અનુવાદમાંથી.
કોર્ટે જીપીએસસીને પ્રશ્ન બનાવવા માટે મૂળ લખાણ પર આધાર રાખનાર પેપર સેટરની ઓળખ જાહેર કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આ આદેશ એટલા માટે આપ્યો હતો કેમકે જીપીએસસીનો જવાબ શાળાના પાઠ્યપુસ્તકો સાથે વિરોધાભાસી હતો, જેને જીપીએસસી પોતે ઉમેદવારો માટે સંદર્ભ સામગ્રી તરીકે ભલામણ કરે છે.
સોમવારે, જીપીએસસી તે સંસ્કરણ રજૂ કરવામાં નિષ્ફળ ગયું અને તેના બદલે પુસ્તકની ફક્ત પીડીએફ નકલ સબમિટ કરી. જાકે, જીપીએસસીએ જણાવ્યું હતું કે તે પીડીએફના સ્ત્રોતને ઓળખવામાં અસમર્થ છે. હાઇકોર્ટે આ મુદ્દે જીપીએસસીની ટીકા કરી, તેને હઠીલી અને ઘમંડી ગણાવી અને તેની ભૂલ સ્વીકાર ન કરવા બદલ તેને ઠપકો આપ્યો.
કોઈ મૂળ પુસ્તક રજૂ ન થતાં, કોર્ટે જીપીએસસી દ્વારા પરીક્ષાના પ્રશ્નો તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાયેલા લખાણની પ્રામાણિકતા પર પ્રશ્ન ઉઠાવ્યો. કોર્ટે જીપીએસસી સચિવને એક સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો જેમાં સમજાવવામાં આવ્યું હતું કે, જ્યારે મૂળ સ્ત્રોત ઉપલબ્ધ ન હોય, ત્યારે શું એવા પુસ્તકમાંથી પ્રશ્નો તૈયાર કરવા યોગ્ય છે જેની હાર્ડ કોપી ઉપલબ્ધ ન હોય, અને જે સ્ત્રોતમાંથી પીડીએફ ડાઉનલોડ કરવામાં આવી હતી તે પણ ઉપલબ્ધ ન હોય? જા આવી પ્રથા સ્વીકાર્ય હોય, તો તે પણ સ્પષ્ટ કરવું જાઈએ કે આવા પુસ્તકની પ્રામાણિકતા કેવી રીતે નક્કી થાય છે.