ચલાલામાં એક યુવતીને આજે જીવતી જવા દેવી નથી તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે મોટા સમઢીયાળા ગામે રહેતા અશ્મીતાબેન દેવશીભાઇ દાફડા (ઉ.વ.૧૯)એ ધારીના વાવડી ગામના રઘુ રામ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. તેઓ તથા સાહેદ હેપીબેન કાળુભાઇ દાફડા અમરેલી ગોળ દવાખાને (રાધિકા હોસ્પીટલ)માં છદ્ગસ્ નર્સિગ કોલેજ કરતા હતા. પોતાના ગામેથી રોજરોજ એસટી બસમા અપડાઉન કરતા હતા. ત્રણ દિવસ પહેલા સાંજના આશરે સાડા સાતેક વાગ્યે ચલાલા બસ સ્ટેશન ખાતે પોતાના ઘરે મોટા સમઢીયાળા ગામે જવા માટે બાકેડ બેઠા હતા તે વખતે આરોપી રધુ વાળા રામ વાળા વાવડી ગામનો વ્યકિત તેમની તથા સાહેદની આગળ પાછળ આંટા ફેરા મારીને ગંદા ગંદા ઇશારા કરતો હતો. તેમજ સાહેદના બહેન છાતીના ઉપરના ભાગે ટચ કરી, તેમને તથા સાહેદને જેમ ફાવે તેમ ગંદી, ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.