ઈઝરાયલી અને અમેરિકન હુમલાઓએ ઈરાનમાં ભારે વિનાશ મચાવ્યો છે, ત્યારે તેહરાન પણ મિસાઈલ હુમલાઓથી બદલો લઈ રહ્યું છે. દરમિયાન, ઈરાની બ્રિગેડિયર જનરલ કિઉમાર્સ હૈદારીએ એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. તેમણે કહ્યું, “આપણે સમુદ્રમાં, હવામાં અને અવકાશમાં વૈશ્વિકવાદી અમેરિકા સાથે ભયંકર યુદ્ધમાં રોકાયેલા છીએ. આપણે એક ઐતિહાસિક યુદ્ધમાં અમેરિકનો સાથે સામસામે છીએ, જેનું પરિણામ અમેરિકન સૈન્યએ તેના શરમજનક અને ગુનાહિત ઇતિહાસમાં ક્યારેય જાયું નથી, અને તેઓ ચોક્કસપણે ખૂબ જ ગંભીર અને ખેદજનક પરિણામોનો સામનો કરશે.”
ઈરાન કહે છે કે તે ચોક્કસપણે તેના નેતાના મૃત્યુનો બદલો લેશે, ૫૦૦+ યુએસ સૈનિકો માર્યા ગયા
ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લા અલી ખામેનીની દફનવિધિ મુલતવી રાખવામાં આવી છે. રાજ્ય મીડિયા અનુસાર, સમારોહ મૂળ બુધવારે રાત્રે તેહરાનના ઇમામ ખોમેનીની પ્રાર્થના હોલમાં યોજાવાનો હતો, પરંતુ અચાનક મુલતવી રાખવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે નાગરિકો માટે ત્રણ દિવસની જાહેર સ્મારક સેવા યોજાશે, ત્યારબાદ અંતિમયાત્રા માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે.
આ દરમિયાન, ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરીટી કાઉન્સલના સેક્રેટરી અલી લારીજાનીએ યુનાઇટેડ સ્ટેટ્સને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુનાઇટેડ સ્ટેટ્સને અન્યાયી યુદ્ધમાં ધકેલી દીધું છે. લારીજાનીના મતે, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૫૦૦ થી વધુ અમેરિકન સૈનિકો માર્યા ગયા છે, અને ખામેનીના મૃત્યુનો ચોક્કસપણે બદલો લેવામાં આવશે.
મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ માટે રશિયાએ સીધા અમેરિકા અને ઇઝરાયલને દોષી ઠેરવ્યા છે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ જણાવ્યું હતું કે આ બંને દેશોની કાર્યવાહીથી સમગ્ર ક્ષેત્રમાં લશ્કરી સંઘર્ષ થયો છે. રશિયાએ એવી પણ માંગ કરી છે કે ઇરાન પરના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી સંભવિત રેડિયેશન ખતરાની નિષ્પક્ષ તપાસ કરે.
યુદ્ધની અસર વૈશ્વિક ઊર્જા બજાર પર પણ થવા લાગી છે. અહેવાલો અનુસાર, કતારે લિકવીફાઇડ નેચરલ ગેસ ઉત્પાદન બંધ કરી દીધું છે, જ્યારે સાઉદી અરેબિયામાં એક મોટી તેલ રિફાઇનરી પણ બંધ કરી દીધી છે. યુરોપિયન દેશોએ પરિસ્થિતિ ની સમીક્ષા કરવા માટે એક કટોકટી બેઠક યોજી હતી અને જણાવ્યું હતું કે પુરવઠા પર કોઈ સીધી અસર થઈ નથી, પરંતુ લાંબા ગાળે તેલ અને ગેસના ભાવ વધી શકે છે.
આ દરમિયાન, ભારતના વિદેશ મંત્રાલયે એવા અહેવાલોને સંપૂર્ણપણે રદિયો આપ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુએસ નેવી ઈરાન પર હુમલા કરવા માટે ભારતીય બંદરોનો ઉપયોગ કરી રહી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ દાવા સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક છે, અને લોકોએ આવી અફવાઓથી સાવધ રહેવું જાઈએ.
અલ જઝીરાના અહેવાલ મુજબ, અમેરિકા અને ઇઝરાયલી હુમલા બાદ છેલ્લા પાંચ દિવસમાં ઈરાનમાં મૃત્યુઆંક ૧,૦૦૦ ને વટાવી ગયો છે. દરમિયાન, ઘણા દેશોએ તેમની સુરક્ષા વધારી દીધી છે, અને સાયપ્રસ સહિત અનેક સ્થળોએ લશ્કરી વિમાનો અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ તૈનાત કરવામાં આવી રહી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ચાલી રહેલા લશ્કરી અભિયાન પર નિવેદન આપતા કહ્યું કે અમેરિકા યુદ્ધના મોરચે ખૂબ સારું કરી રહ્યું છે અને આમ કરતા રહેશે. તેમણે દાવો કર્યો કે ઈરાનના મિસાઈલ અને લોન્ચર ઝડપથી ખતમ થઈ રહ્યા છે, જ્યારે અમેરિકા પાસે વિશ્વની સૌથી મોટી અને મજબૂત સેના છે.
અમેરિકાના રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જ્યારે પાગલ લોકો પાસે પરમાણુ શસ્ત્રો હોય છે ત્યારે ખરાબ ઘટનાઓ બને છે, પરંતુ હવે પરિÂસ્થતિ અમેરિકાના પક્ષમાં છે અને ઝુંબેશ સફળતાપૂર્વક આગળ વધી રહી છે. ટ્રમ્પે ઓબામા યુગના ઈરાન પરમાણુ કરારને અત્યાર સુધીનો સૌથી ખરાબ કરાર ગણાવ્યો હતો, અને કહ્યું હતું કે તેનાથી ઈરાનને પરમાણુ શસ્ત્રો નો માર્ગ મળ્યો હતો, અને ઈરાન છેલ્લા ૪૭ વર્ષથી અમેરિકન નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે અમેરિકા અને ઈઝરાયલ ઈરાન સામે યુદ્ધ ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે તેહરાનમાં નેતૃત્વ હવે ખંડિત થઈ ગયું છે. “અમે હવે ખૂબ જ મજબૂત સ્થિતિ માં છીએ, અને તેમનું નેતૃત્વ ઝડપથી ખતમ થઈ રહ્યું છે. જે કોઈ નેતા બનવા માંગે છે તે મૃત્યુ પામે છે.ટ્રમ્પે વેનેઝુએલા સાથેના તેલ કરાર પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન સૈન્યને ફરીથી મજબૂત બનાવવામાં આવ્યું છે અને હવે તેનો ઉપયોગ અપેક્ષા કરતાં વધુ થઈ રહ્યો છે. વેનેઝુએલા સાથેના સારા સંબંધોનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું હતું કે ત્યાં અબજા બેરલ તેલ કાઢવામાં આવી રહ્યું છે, જેનો ફાયદો અમેરિકા અને વેનેઝુએલા બંનેને
આભાર – નિહારીકા રવિયા થાય છે. તેમણે દાવો કર્યો હતો કે આનાથી અસરગ્રસ્ત વેનેઝુએલાના લોકોના જીવનમાં સુધારો થશે અને યુનાઇટેડ સ્ટેટ્સને તેલનો મોટો હિસ્સો મળશે. મધ્ય પૂર્વમાં યુદ્ધ છઠ્ઠા દિવસે વધુ તીવ્ર બન્યું છે. ગઈકાલે રાત્રે, ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાનમાં અનેક સ્થળોએ મોટા હુમલા કર્યા. સૌથી મોટો હુમલો તેહરાનમાં રિવોલ્યુશનરી ગાર્ડ્સના મુખ્યાલય પર કરવામાં આવ્યો હતો. ઇઝરાયલે જણાવ્યું હતું કે તેની વાયુસેનાએ, અત્યંત સચોટ ગુપ્ત માહિતીના આધારે, પૂર્વી તેહરાનમાં એક મોટા સૈન્ય પરિસરને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો હતો, જે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સનું હતું. ઇઝરાયલી સૈન્યએ અહેવાલ આપ્યો હતો કે તેણે પૂર્વી તેહરાનમાં ૧૦૦ થી વધુ ફાઇટર જેટ સાથે એક મોટો હુમલો કર્યો હતો. આ વિમાનોએ ૨૫૦ થી વધુ બોમ્બ ફેક્ય હતા. ઇઝરાયલે જણાવ્યું હતું કે આ સૈન્ય પરિસરમાં રિવોલ્યુશનરી ગાર્ડ્સ તેમજ અન્ય ઈરાની સુરક્ષા એજન્સીઓનું મુખ્યાલય હતું.










































