અમરેલીના સોનારિયા ગામેથી એક પરપ્રાંતીય સગીરાને તેનો જ હમવતની ભગાડી ગયો હતો. સોનારિયા ગામમાં વાડીમાં રહેતા સગીરાના પિતાએ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વાઘગામના અંતિમ સુડીયા બધેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમની પુત્રીને આરોપી લગ્ન કરવાની લાલચ આપી, તેની સાથે ગંદુ કામ કરવાના ઇરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ઓ.કે. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.