અમરેલી પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારનો ગુમ થયેલ મોબાઇલ ફોન શોધીને પરત કર્યો હતો. અમરેલીના રહેવાસી જીલુભાઇ સુરગભાઇ ડાંગરે તા.૧૨/૦૧/૨૦૨૬ ના રોજ પોતે અમરેલી, માર્કેટીંગ યાર્ડ ખાતે પોતાનો મોબાઇલ ફોન પડી ગયો હતો તેની જાણ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ અંગે સર્વેલન્સ ટીમ દ્વારા હ્યુમન સોર્સની મદદથી રૂ.૨૦,૪૯૯ની કિંમતનો સેમસંગ કંપનીનો છ-૧૭ મોડેલનો ગુમ થયેલ મોબાઇલ ફોન શોધીને અરજદારને પરત કર્યો હતો. આ કામગીરી ઇન્સપેક્ટર ડી.કે. વાઘેલા તથા ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.