રાજુલા તાલુકાના વાવેરા ગામે મામાના ઘરે રહેતી એક યુવતી એકાએક ગુમ થઈ જતાં પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. રાત્રિના સમયે મામાના ઘરે સૂતેલી યુવતી કોઈને પણ જાણ કર્યા વગર ક્યાંક ચાલી જતાં આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. મુકેશભાઇ ખોડાભાઇ ચૌહાણ (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, ટીનુબેન ચંદુભાઇ જીતીયા (ઉ.વ.૨૦) નામની યુવતી વાવેરા ગામે તેના મામાના ઘરે રહેતી હતી. ગત રાત્રિના રોજ તે રાબેતા મુજબ ઘરે સૂતી હતી, પરંતુ ત્યારબાદ તે ઘરેથી કોઈને પણ કહ્યા વગર પોતાની રીતે ક્યાંક નીકળી ગઈ હતી. પરિવારજનોએ સવારે જોતા ટીનુબેન ઘરે હાજર ન મળી આવતા તેમની શોધખોળ હાથ ધરી હતી. આસપાસના વિસ્તાર અને સગા-સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં યુવતીનો કોઈ પત્તો ન લાગતા આખરે આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુમશુદાની નોંધ કરી યુવતીની તપાસ તેજ કરી છે.







































