જહાજ લાંગરવાની કામગીરી દરમિયાન સર્જાયેલા એક ગંભીર અકસ્માતમાં એક શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, ‘‘દનૈયા નારી’’નામના શીપને જેટ્ટી સુધી લાવવા માટે ટગ બોટ દ્વારા ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી હતી. મહારાષ્ટ્રના કોલાબામાં રહેતો હર્ષ તીનોપાલ વાલ્મિકી (ઉ.વ.૨૪) ટગ દ્વારા ફેંકવામાં આવેલા રસ્સા (દોરડા)
મૃત્યુ પામનાર વ્યક્તિ પોતાના હાથેથી પકડીને હાઇડ્રોલીક ડ્રમ પર ચડાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
કમનસીબે, અચાનક હાથ રસ્સા અને ડ્રમની વચ્ચે ફસાઈ ગયો હતો. રસ્સાના ભારે દબાણ અને ડ્રમની ગતિને કારણે શ્રમિકને હાથે તેમજ શરીરના ગુપ્ત ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અત્યંત ગંભીર ઈજાઓને કારણે તેમનું મોત નીપજ્યું છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને સુરક્ષાના સાધનોના અભાવ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.