અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા રાજુલા ટાઉનના છતડીયા ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન ગામના સરપંચ તથા નાગરિકો સાથે બેઠક યોજી સીસીટીવી કેમેરા લગાડવાથી થતા સુરક્ષા લાભો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જાહેર સલામતી, ગુનાખોરી અટકાવવાના ઉપાયો અને સહકાર વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.








































