ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા આગામી તારીખ ૦૧, ૦૨ અને ૦૩ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ યાત્રાધામ અંબાજી ખાતે સંઘના ૫૪મા શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અધિવેશનમાં સમગ્ર રાજ્યમાંથી શિક્ષણવિદો ઉમટી પડવાના છે, ત્યારે અમરેલી જિલ્લામાંથી પણ આચાર્ય સંઘના પ્રમુખ મુકુંદભાઈ મહેતાના નેતૃત્વમાં ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યો મોટી સંખ્યામાં ભાગ લેવા માટે અંબાજી જશે. અમરેલી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અને ઝોન પ્રવક્તા મુકુંદભાઈ મહેતાના નેતૃત્વમાં જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યો મોટી સંખ્યામાં અંબાજી મુકામે અધિવેશનમાં ભાગ લેવા માટે જશે. શિક્ષણના આ મહાકુંભમાં અમરેલીના આચાર્યો પણ સક્રિયપણે જોડાઈને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેની ચિંતન શિબિરમાં પોતાનું યોગદાન આપશે.








































