અમરેલી જિલ્લામાં પરિણાતાઓ ઉપર સાસરીયાઓનો ઝુલમ યથાવત રહ્યો છે. મોટી કુંકાવાવ ગામની પરિણાતાએ લીલીયા મોટા ગામે રહેતા પતિ પાસે માતાની ખબર કાઢવા જવાની મંજુરી માંગતા પતિ સહિતના સાસરીયાઓએ મંજુરી આપવાના બદલે પરિણાતાને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિણાતાએ પતિ સહિત સાસરીયાઓ સામે વડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મોટી કુંકાવાવ ગામની યુવતી સુમીતાના લગ્ન મોટા લીલીયા ગામે રહેતા વિજય રામજી બગડા સાથે થયા હતા.
પરિણીતા સુમીતાએ દોઢ વર્ષ પહેલા બીમાર માતાની ખબર કાઢવા જવુ હોય જેથી તેના પતિ વિજયને વાત કરી હતી. પરિણાતાએ વાત કરતા પતિ વિજયે પરિણાતાને જેમ ફાવે-તેમ ગાળો આપી લાકડી વડે માર માર્યો હતો. તેથી પરિણાતાએ આ વાત તેમના સાસુ આલુબેનને કરતા સાસુએ પણ તને મારની જરૂર છે તેમ કહી વધુ માર ખવરાવ્યો હતો. તેમ જ આરોપી વિજયે વારંવાર પરિણાતાને કહેલ કે તારી બહેને પ્રેમ લગ્ન કર્યા હોય જેથી બહેન સાથે વાત કરવાની ના પાડી ગત તા.રપ/૧૦/ર૦રપ ના રોજ પતિ વિજયે પરિણાતાને જેમ ફાવે-તેમ ગાળો આપી મૂંઢ માર માર્યો હતો. સાથો સાથ પરિણાતાનો દિયર શાંતિ રામજી બગડા, નણંદ જયા કાંતિ જાદવ અને નણંદનો દિકરો મિલક કાંતિ જાદવ પણ પરણિતાને ગાળો આપી માર મારવા દોડી આવ્યા હતા. જેથી પરિણાતાએ પોતાના પિયર મોટી કુંકાવાવ જઈ પોતાના પતિ સહિત સાસરીયાઓ સામે વડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.