અમરેલી જિલ્લામાં સાઈબર ફ્રોડથી બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા સમાયંતરે જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. આમ છતા અનેક લોકો સાઈબ ફ્રોડનો ભોગ બની પોતાના નાણા ગુમાવતા હોય છે. તો સાઈબર માફીયાઓ પણ આ નાણા કોઈ એક બેંક ખાતાનો ઉપયોગ કરી નાણા તે બેંક ખાતામાં જમા કરતા હોય છે. જેમાં રાજુલામાં એક વેપારીના બેંક ખાતાનો ઉપયોગ કરી આરોપીઓ તે બેંક ખાતામાં નાણા જમા કરાવ્યા બાદ ઉપાડી લેતા રાજુલા પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, આરોપી વિનોદ, ભરત પ્રજાપતિ રહે. હાંસલપુર વિરમગામ, રવિ મુંબઈવાળા અને દિલીપ માલા મહિડા રહે. રાજુલાવાળાઓએ ખોડલ ઈલેકટ્રિકલ્સના નામે પ્રોપરાઈટર તરીકે આરોપી દિલીપ મહીડાના નામે રાજુલા બેંક ઓફ બરોડામાં કરંટ બેંક ખાતુ ખા નં. ૩૪૪૬૦ર૦૦૦૦૦૩૧ર નો ઉપયોગ કરી અલગ અલગ લોકો પાસેથી સાઈબર ગુનો આચરી સાઈબર ફ્રોડના રૂ.૬૧,૯૩,૧૯૩ બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. આ બેંક ખાતામાં તા.૧/૧૦ /ર૦રપ થી તા.૭/૧૦/ર૦રપ સુધીમાં આ નાણા જમા કરાવ્યા હતા. તેમજ ત્રણેય આરોપીઓએ બેંક ખાતામાંથી આ નાણા ઉપાડી ગુનો કર્યો હોવાનું સામે આવતા રાજુલા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. આ બનાવની તપાસ રાજુલા પીઆઈ આર.એલ રાઠોડ ચલાવી રહ્યા છે.







































