કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીને દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉસ એવન્યુ કોર્ટે નાગરિકતા મેળવ્યા વિના સોનિયા ગાંધી વિરુદ્ધ મતદાર યાદીમાં નામ દાખલ કરવા બદલ તપાસ અને કેસ દાખલ કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે.સોનિયા ગાંધી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સોનિયા ગાંધીએ ૩૦ એપ્રિલ ૧૯૮૩ ના રોજ નાગરિકતા મેળવી હતી. જ્યારે તેમનું નામ ૧૯૮૦ ની મતદાર યાદીમાં સામેલ હતું. અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે ૧૯૮૦ ની નવી દિલ્હી મતદાર યાદીમાં તેમનું નામ કેવી રીતે સામેલ કરવામાં આવ્યું?અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ૧૯૮૨ માં સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાંથી કેમ કાઢી નાખવામાં આવ્યું? અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે જ્યારે તેમણે ૧૯૮૩ માં નાગરિકતા મેળવી ત્યારે કયા દસ્તાવેજાના આધારે તેમનું નામ ૧૯૮૦ ની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું? શું નકલી દસ્તાવેજાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? અરજીમાં દિલ્હી પોલીસને કેસ નોંધવા અને આ મામલાની તપાસ કરવા અને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ રાઉઝ એવન્યુ કોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.










































